ભાવનગર શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉજવણી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉજવણી
ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની શહેર ભાજપા દ્વારા ઉજવણી
કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન અને કેબિનેટ મંત્રી વાઘાણી રેલીમાં જોડાયા

ભાવનગર શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની શહેર ભાજપા દ્વારા ઉજવણી કરાઈ

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની ભાવનગર શહેર ભાજપા દ્વારા ઉજવણી કરાય છે. ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની 135 મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જશોનાથ સર્કલ ખાતે બાબસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ઉજવણી કરવામાં આવી હતી. એ પૂર્વે ભાજપ શહેર કાર્યાલય ખાતેથી કેન્દ્રીય રાજયમંત્રી, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સહિતના લોકો રેલી યોજી જશોનાથ સર્કલ ખાતે પહોંચ્યા હતા.

14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતીય સંવિધાનના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.તેમણે દલિતો અને પીડિત વર્ગના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો. આ અવસરે રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.બાબાસાહેબના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. જ્યારે તેમના સિદ્ધાંતો અને સંવિધાન ભારતના વિકાસમાં અમૂલ્ય બની રહ્યું છે તેમ કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *