સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવા લોક સંવાદ કાર્યક્રમ યોજાયું
ડીસીપી ઝોન વન દ્વારા લોક સંવાદ કાર્યક્રમનુ આયોજન કરાયુ
લોક સંવાદ કાર્યક્રમમાં અનેક વેપારીઓ હાજર રહ્યા
સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવા લોક સંવાદ કાર્યક્રમ યોજાય છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ડીસીપી ઝોન વન દ્વારા લોક સંવાદ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું જેમાં અનેક વેપારીઓ હાજર રહ્યા હતાં.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સેન્ટર ફોયર ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ડીસીપી ઝોન વન આલોકકુમાર દ્વારા વેપારીઓ સાથે લોક સ્વાદ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું. જેમાં ડીસીપી ઝોન વન અલોક કુમાર અને એ.સી.પી. બી ડિવિઝન પી.કે. પટેલ, વરાછા પી.આઈ. રામભાઈ ગોજીયા, પુણા પી.આઈ. વી.એમ. દેસાઈ, સારોલી પી.આઈ. સંદિપભાઈ વેકરીયા અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઝોન વનના બી ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશન વરાછા પુણા અને સારોલીમાં આવેલી માર્કેટમાં દુકાનના માલિકો, વ્યાપારીઓ અને દલાલો સાથે ઝોન વન દ્વારા માર્કેટમાં થતી તકલીફોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કારણ કે માર્કેટમાં દુકાનો ભાડે રાખી અને ઉઠામણાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ઝોન વનનાં ડીસીપી અલોકકુમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે માર્કેટના તમામ દુકાન માલિકો દુકાન ભાડે આપે ત્યારે ભાડુઆતના દસ્તાવેજ અને પેપર વર્ક પૂરેપૂરું તપાસીને જ એગ્રીમેન્ટ બનાવવુ જોઈએ. તેમ છતાં પણ કોઈ છેતરપિંડીનો ભોગ બને તો ગભરાવું નહીં તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો અને તમારી આજુબાજુની દુકાનોમાં પણ કોઈ ચીટર કે કોઈ ઉઠમણું કરનાર વ્યક્તિ હોય અને તમને શંકા હોય તો પણ પોલીસનો સંપર્ક કરવો. પોલીસ હમેશા તમારી મદદ માટે તત્પર રહેશે. અને પોલીસ સાચા લોકોને ન્યાય અપાવશે. તો ચીટર અને ઉઠમણા કરનારા લોકોને અમે જેલ ભેગા કરીશુ તેમ કહ્યુ હતું.