ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેરા
22 મી જૂને મતદાન યોજાશે અને પરિણામ 25 જૂને આવશે
9 જૂન ફો્ર્મ ભરવાની છેલ્લી તારીખ.
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે, આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ યોજીને ચૂંટણી માટે જાહેરાત કરી છે
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી પંચ માટે જાહેરાત કરવામાં આવી છે, આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાતમાં 8 થી વધુ ગ્રામ પંયાયતો માટેની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાત કરતાં ચૂંટણી અધિકારી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી 22 જૂને રાજ્યની 8 327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, અને પરિણામ 25 જૂને આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઇ જશે. તાજા અપડેટ પ્રમાણે, 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે, જ્યારે 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસે રહેશે, 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી થશે, 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. રાજ્યમાં 8 હજાર 326 પંચાયતોની બેલેટ પેપરથી યૂંટણી યોજાશે. 22 જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.
ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ OBC અનામતની અમલવારીના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી. જોકે, હવે OBC અનામતની રોટેશનની કામગીરી પૂર્ણ થતાં ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, પંચાયતોની ચૂંટણીમાં EVMનો ઉપયોગ થશે નહીં. તેમજ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં OBC માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. ત્યારે આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાવવામાં આવી હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા ના આપવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી