અમરેલીના ડેડાણ ગામેથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો
ગેરકાયદે ઘઉં ચોખા ભરેલી બોલેરો ગાડી એસડીએમએ ઝડપી
428 કિલો ઘઉં, 2,529 કિલો ચોખા સહિત 7 લાખ 80 હજારનો મુદ્દામાલ જપ્ત
મોડી રાત્રે ધારી એસડીએમએ અનાજનો જથ્થો ખાંભા મામલતદારને સોંપ્યો
અમરેલી જિલ્લામાથી રેશનીંગનો જથ્થો મોટી સંખ્યામા બારોબાર પગ કરી જતો હોવાની ફરિયાદ વચ્ચે ધારી પ્રાંત અધિકારીએ ખાંભાના ડેડાણમાથી 7.80 લાખનો ઘઉં ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો હતો.
અમરેલી જિલ્લામા ડેડાણ ગામે ગઇ મોડી રાત્રે ધારીના પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ બાતમીના આધારે કાર્યવાહી કરતા એક બોલેરો ગાડીમા 428 કિલો ઘઉં અને 2529 કિલો ચોખાનો જથ્થો શંકાસ્પદ હોવાનુ જણાતા 7.80 લાખનો મુદામાલ સીઝ કરી ખાંભા મામલતદારને સોંપાયો હતો. બોલેરોના ચાલકે તંત્રને જણાવ્યું હતુ કે ઘઉં ચોખાનો આ જથ્થો ડેડાણથી જુનાગઢ લઇ જવાનો હતો. ઘઉં ચોખાનો આ જથ્થો કયાંથી આવ્યો ? કોણે એકઠો કર્યો હતો અને કોને આપવાનો હતો ? તે અંગે પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇછે. ખાંભાના ઇન્ચાર્જ મામલતદાર રાજુભાઇ પરમારે જણાવ્યું હતુ કે અનાજના જથ્થાની માલિકી અંગે તપાસ કરવામા આવશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી