માંડવીમાં વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
રાજ્યકક્ષાના મંત્રી કુવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ
માંડવી સુગર ફેક્ટરીના સભાસદો તથા મહાનુભવો મોટી સંખ્યામાં હાજર રહ્યા
માંડવી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા રાજ્યકક્ષાના મંત્રી કુવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.
સહકારિતા બચાવો અને ખાનગીકરણ દૂર કરો : માંડવી સુગર ફેક્ટરીના પ્રમુખ સંદીપ શર્મા. માંડવી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 20 મીવાર્ષિક સાધારણ સભા રાજ્યકક્ષાના મંત્રી કુવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં માંડવી સુગર ફેક્ટરી ના કસ્ટોડિયન તરીકે નિમાયેલ સંદીપભાઈ શર્મા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભવોનુ શાબ્દિક તથા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં માંડવી સુગરના પ્રમુખ સંદીપભાઈ શર્માએ તમામ એજન્ડાઓને વિધિસર વાંચી સંભળાવવામાં આવ્યા હતા તેને તમામ સભાસદો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં સુમુલ ડેરીના ડિરેક્ટર માનસિંગભાઈ પટેલ, કામરેજ સુગરના ચેરમેન અશ્વિનભાઈ પટેલ ,ગુજરાત ફેડરેશન અને રાષ્ટ્રીય ફેડરેશનના વોઇસ ચેરમેન કેતનભાઇ પટેલ તેમજ વિવિધ ફેક્ટરીઓના ડિરેક્ટરશ્રીઓ તથા તાલુકા જિલ્લા પંચાયતના સભાસદો તથા માંડવી સુગર ફેક્ટરી ના સભાસદો તથા મહાનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી એ જણાવ્યું હતું કે, હવે પછી એક પણ પેરિયુ કોઈ ખાનગી ફેક્ટરીમાં ન જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે પછી શેરડી માંડવી સુગર માં નોંધાય અને સુગર ફેક્ટરીમાં જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ સાધારણ સભાનો મુખ્ય ઉદ્દેશ સહકારિતા બચાવો અને ખાનગીકરણ દૂર કરો જે બાબતે તમામ સભાસદોએ એક સુરે મક્કમતા સાથે વધાવી લીધો હતો અને ખાનગીકરણને જાકારો આપવા જણાવ્યું હતું….