સુરતમાં તાપી કાંઠે ગેરકાયદે તબેલાનું ડિમોલિશન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં તાપી કાંઠે ગેરકાયદે તબેલાનું ડિમોલિશન
અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી
માથાભારે રજુ ભરવાડ કર્યો હતો કબ્જો
કાપોદ્રા પોલીસે અમે એસએમસી તંત્રએ કરી કાર્યવાહી
ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું

સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે કાપોદ્રા પોલીસે મારામારી અને ખંડણીના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજીક ઈસમ દ્વારા તાપી નદીના કિનારા પર કરાયેલા ગેરકાયદે તબેલાનુ ડિમોલીશન કરાયુ હતું.

સુરત સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ડીજીપી અને સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી. ત્યારે હાલમાં પણ આ કાર્યવાતી યથાવત હોય તેમ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સુચનાના આધારે કાપોદ્રા પોલીસ મથકના પી.આઈ. એમ.બી. ઔસુરા અને સેકન્ડ પી.આઈ. એમ.આર. સોલંકીની સુચનાથી પી.એસ.આઈ. એમ.બી. વાઘેલા અનેતેમની ટીમ દ્વારા અગાઉ મારામારી તથા ખંડણીના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજીક ઈસમ કલા ઉર્ફે રાજુ ભરવાડ હનુ મેર દ્વારા તાપી નદીના કિનારા પાસે કરેલ ગેરકાયદે તબેલાનુ બાંધકામનુ ડિમોલીશન કાપોદ્રા પોલીસ દ્વારા કરાયુ હતું. જેને લઈ અસામાજિક તત્વોમાં રિતસરનો ફફડાટ જોવા મળ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *