સુરતની પલસાણા ગ્રામ પંચાયતે ગુજરાતને અપાવ્યું ગૌરવ
1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી પલસાણાની પસંદગી
નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી કરાઈ
28મી નેશનલ ઈ-ગવર્નન્સ કોન્ફરન્સમાં અપાશે અવોર્ડ
વિશાખાપટ્ટનમમાં યોોજાશે ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ
સુરત જિલ્લા ની પલસાણા તાલુકા પંચાયત એ સુરત જીલ્લા સહીત સમગ્ર ગુજરાત ને ગૌરવ અપાવ્યું છે . દેશની 1.44 લાખ ગ્રામ પંચાયતમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઈ છે વિશાખા પટ્ટનમ ખાતે યોજનાર 28મી નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સમાં સન્માન સાથે એવોર્ડ એનાયત કરવામાં આવશે.
સુરત જિલ્લાની પલસાણા ગ્રામપંચાયત ની 2024 — 25 માટે ઈ — ગવર્નન્સ ક્ષેત્ર મા ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશની 1.44 લાખ ગ્રામપંચાયતો માંથી પસંદગી કરવામા આવી છે . ગુજરાત અને સમગ્ર દેશ મા ઈ ગવર્નન્સ મા અનેરી સિદ્ધિ હાંસલ કરનાર પલસાણા ગ્રામપંચાયત ને વિશેષ શ્રેણી ” Grassroot level initiatives for Deepening / widening of service Delivery” માટે એવોર્ડ આપવામા આવશે જે વિશાખાપટનમ ખાતે યોજાનારી 28 મી નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકાર ના પ્રતિનિધિઓ દ્વારા એનાયત કરવામા આવશે . પલસાણા ગ્રામપંચાયત દ્વારા પોતાની વેબસાઈટ બનવામાં આવી છે જેમા ગામની પ્રજા ને જરૂરી એવી મોટે ભાગ ની સુવિધા, માર્ગદર્શન , વેરા ભરવા અથવા કોઈ ફરિયાદ હોય તો એવી બધી સુવિધા ઘર બેઠા જ પ્રાપ્ત થઈ જાય છે અને તેમની સમસ્યા નો નિકાલ થાય એટલે તેમને મેસેજ દ્વારા જાણ પણ કરવામા આવે છે . 100 ટકા વેરા વસૂલાત ની ઓનલાઈન કામગીરી સાથે પંચાયત કર્મચારીઓ દ્વારા વર્ષ 2024 – 25 દરમિયાન અંદાજિત 17,484 જેટલી ઓનલાઈન સેવા પણ પૂરી પાડવામાં આવી છે.
પલસાણા ગ્રામપંચાયત ની કામગીરી ને તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઓ પણ વધાવી લીધી છે . તાલુકા વિકાસ અધિકારી ના જણાવ્યા પ્રમાણે પંચાયત દ્વારા ઓનલાઇન 321 જેટલી સેવા ઓ ઈ ગવર્નન્સ દ્વારા ગ્રામજનો ને આપવામા આવે છે. સાથે જ એવોર્ડ પ્રાપ્ત થવા બાબતે અધિકારીઓ પણ ગર્વ અનુભવે છે અને પંચાયત ની સેવા બદલ તેમને શુભેરછાઓ પાઠવે છે .
રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી એ પલસાણા માટેજ ગૌરવ ની પણ નથી , પણ સમગ્ર રાજ્ય માટે જનસેવા અને ડિજિટલ ગવર્નન્સ ની સફળતા નુ પ્રત્યક્ષ ઉદાહરણ છે જે સાબીત કરે છે કે ગ્રામ્ય સ્તરે ટેક્નોલોજી થી લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય છે….