તાપી : નિઝર ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર
૧૮ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાંથી ૧૪ બેઠકો બિન હરીફ
દીપક પટેલ જગ્ગી કુલ ૧૭ બેઠકો પર બહુમતીથી જીત્યા
તાપીના નિઝર ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.
નિઝર તહસીલ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં દિપક લક્ષ્મણ પટેલ જગ્ગી બહુમતીથી જીત્યા.૧૮ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાંથી ૧૪ બેઠકો બિન હરીફ અને ૪ બેઠકો પર ચૂંટણી લડાઈ હતી જેમાં 3 બેઠકો પર જીત હાંસિલ કરી હતી. દીપક પટેલ જગ્ગી કુલ ૧૭ બેઠકો પર બહુમતીથી જીત્યા હતા.વિજયની ઉજવણી માટે નિઝર ગામમાં ડીજે સાથે વિજય યાત્રા કાઢવામાં આવી હતી
