સુરતના હજીરામાં આવેલા કેડિયા બેટ ટાપુ પર લાગેલી આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના હજીરામાં આવેલા કેડિયા બેટ ટાપુ પર લાગેલી આગ
પોલીસ તપાસમાં સુકા ઘાસમાં કુદરતી રીતે આગ લાગી અનુમાન
ટાપુ પરથી કોઈ ગુનાહિત વસ્તુ કે શંકાસ્પદ પ્રવૃત્તિ મળી નથી.

સુરતના હજીરામાં આવેલા કેડિયા બેટ ટાપુ પર લાગેલી આગ મામલે પોલીસ તપાસમાં સુકા ઘાસમાં કુદરતી રીતે આગ લાગી હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

હજીરાના કેડિયા બેટ ટાપુ પર આગની ઘટનામાં પોલીસે ખુલાસો કર્યો હતો અને જણાવ્યુ હતુ કે કેડિયા બેટ પર સૂકા ઘાસમાં કુદરતી આગ લાગી હતી. ટાપુ પર આગ લાગ્યાના વીડિયો વાયરલ થયો હતો જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. ઝોન-7 વિસ્તારની અલગ-અલગ ટીમો કામે લાગી હતી અને બોટ મારફતે ટાપુ પર પહોંચી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ. જેમાં સૂકા ઘાસમાં ઉનાળાની ગરમીને કારણે કુદરતી રીતે આગ લાગી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન લગાવાયુ હતું. તો સર્ચ દરમિયાન ટાપુ પરથી કોઈ ગુનાહિત વસ્તુ કે શંકાસ્પદ પ્રવૃત્તિ મળી નથી. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ અને નિરીક્ષણ કરાઈ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *