કેન્દ્રીયમંત્રી પાટિલના હસ્તે લોકાર્પણ કરેલ સપોર્ટ કોમ્પ્લેક્ષ હજુ પણ બંધ

Featured Video Play Icon
Spread the love

કેન્દ્રીયમંત્રી પાટિલના હસ્તે લોકાર્પણ કરેલ સપોર્ટ કોમ્પ્લેક્ષ હજુ પણ બંધ
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હજુ સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો નથી
આજે પણ લોકોએ કોમ્પ્લેક્સના દરવાજાથી વિલા મોઢે પાછી ફરવું પડે છે

બીલીમોરા નગરપાલિકા ખાતે 15.38 કરોડના લોકાર્પણ અને 8.21 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હૂત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલના હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે દેસરા ખાતે નવનિર્મિત સ્પોર્ટ્સ

કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યું હતું જે આજે 2 મહિના બાદ પણ હજુ સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો નથી બીલીમોરામાં 2 મહિના અગાઉ નવસારીમાં કેન્દ્રીય મંત્રી પાટિલના હસ્તે લોકાપર્ણ કરાયેલા ત્રણ માળના બનેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રીસેપ્શન, આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વીમીંગ પુલ (50.00 મી.લંબાઈ x 25.00 મી. પહોળાઈ), ચિલ્ડ્રન સ્વીમીંગ પુલ, સોના બાથ, સ્ટીમ બાથ, ચેઈજીંગ રૂમ, શોવર રૂમ, લોકર રૂમ, બાસ્કેટબૉલ, લોંગ ટેનિસ કોટ, વોશ રૂમ, જિમ ચાહકો માટે જિમ સુવિધા, બેડમિન્ટન કોર્ટ, બિલિયર્ડ ગેમ, યોગા શોખીનો માટે મોટો યોગા રૂમ, સેમિનાર હાલ, ટેબલ ટેનિસ ટેબલ એરિયા, ટ્રેમ્પોલીન તેમજ નાના બાળકો માટેની રમતો અને અન્ય ઇન્ડોર રમતો જેમાં ચેસ, કેરમ, ડાર્ટ, લુડો, કાર્ડ ગેમ, સહિતની અનેક રમતો પણ લોક સુવિધા માટે મુકવામાં આવી છે. તે સાથે નાસ્તા માટેનો એરિયા, એક્ઝિબિશન હોલ, તેમજ કોઈ કાર્યક્રમો માટે મલ્ટીપર્પઝ હોલની સુવિધા પણ આપવામાં આવી છે. તેમજ ફૂડ ઝોન, પણ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં શહેરીજનો આનંદથી મજા માણી શકે પરંતુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હજુ સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો નથી અને આજે પણ લોકોએ કોમ્પ્લેક્સના દરવાજાથી વિલા મોઢે પાછી ફરવું પડે છે નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે દેસરા ખાતે નવનિર્મિત થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈ 15.38 કરોડના લોકાર્પણના કામોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, આંતલિયા ફિલ્ટ્રેશન પ્લાન્ટ આગળ સંપ બનાવવાનું કામ,રીઝર્વેશન પ્લોટને ગાર્ડન તરીકે ડેવલોપમેન્ટ કરવાનું કામ, રીંગ રોડ એપ્રોચ રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલોપમેન્ટ કરવાનું કામ, એમ્બ્યુલન્સ GEM Portal પરથી ખરીદ કરવાનું કામ, બીલી હિન્દુ સ્મશાન ભૂમિમા શેડ સાથે ચબૂતરો બનાવવાનું કામ તથા જલારામ મંદિરની બાજુમાં વરસાદી પાણીની લાઈન નાંખવાનું કામ મળી કુલ 7 કામોનું લોકાર્પણ કરાયું હતું,…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *