અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકને ભારે નુકસા
મોટા લીલીયામાં ઉનાળુ વાવેતરમાં પાક નુકસાનીનુ વળતર આપવા માંગ
હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકને ભારે નુકસાની મોટા લીલીયા તાલુકામાં ઉનાળુ વાવેતરમાં પાક નુકસાનીનુ વળતર આપવા ખેડૂતોએ માંગ કરી..
અમરેલીના મોટા લીલીયા તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડેલ પડ્યો ઠેર ઠેર ભર ઉનાળે નદી નાળાઓમા પુર આવ્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ કરેલ ઉનાળુ વાવેતરમાં પાકને ભારે નુકશાન થતા જગતનો તાત મુંજવણમાં મુકાયા ખેડૂતોએ ઉનાળુ વાવેતર તલ મગ બાજરી સહિત અલગ અલગ પાકોનું વાવેતર કર્યુ પરંતુ છે ત્રણ ચાર દિવસથી સતત ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતરમાં સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી સેવાઈ ત્યારે ખેડૂતોને નુકસાનીનું સરકાર વહેલી તકે પેકેજ જાહેર કરે તેવું ખેડૂતોમાં માંગ ઉઠેલ…..