₹65 લાખની છેતરપિંડીમાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
પર્સનલ લોન-ક્રેડિટ કાર્ડથી ચીટિંગ કરનાર આરોપી ક્રાઈમ બ્રાન્ચના હાથે
ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પર્સનલ લોન અને ક્રેડીટ કાર્ડ લઈ રૂપિયા 65 લાખની ચીટીંગના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરતમાં અનિચ્છનિય ઘટનાઓ અટકાવવા પોલીસ ટીમ મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પર્સનલ લોન અને ક્રેડીટ કાર્ડ લઈ 65 લાખની ઠગાઈ આચરવાના ગુનામાં ગોઢ વર્ષથી વોન્ટેડ સાગર માધવજી સુતરીયાને સહારા દરવાજા નવાબની વાડી નજીકથી ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
