વાહન ચોરીના ગુનામાં રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
અઠવાલાઈન્સ-લાલગેટ પોલીસ મથકના વાહન ચોરીના કેસ ઉકેલાયા
અઠવાલાઈન્સ અને લાલગેટ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચી ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ અટકાવવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ ચોરી સ્કવોડની ટીમે બાતમીના આધારે નાનપુરા ખાતેથી રીઢા વાહન ચોર ઉવેશ સાજીદ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી અઠવાલાઈન્સ તથા લાલગેટ પોલીસ મથકની હદમાંથી ચોરાયેલ બે વાહનો કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
