સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
હત્યા કેસના બે ફરાર આરોપી વરાછાથી ઝડપાયા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દમણ પોલીસ સાથે મળી દમણના કચીગામ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને વરાછામાંથી ઝડપી પાડયા હતાં.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ ખાતે દમણ પોલીસની ટીમ આવી હતી અને દમણના કચી ગામ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સુરતમાં હોવાની માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચ અને દમણ પોલીસે સાથે મળી વરાછાના મોહન નગરમાંથી બે હત્યારા શૈલેષ રાકેશ સોની જાટવ અને સન્નીકુમાર રામજીવન નિશાદ કેવટને ઝડપી પાડી તેઓનો કબ્જો દમણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
