સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ કરી લાલ આંખ
લોકો પણ અસામાજિક તત્વો અંગે પોલીસને ફરિયાદ કરી રહ્યા
સોસાયટીના સભ્યોએ કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરી
સુરતના ગોડાદરા ખઆતે આવેલી શ્યામ હાઈટ્સ સોસાયટી બહાર અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસતા હોય જેને લઈ સોસાયટીના રહિશોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ લાલ આંખ કરી રહી છે ત્યારે હવે લોકો પણ અસામાજિક તત્વો અંગે પોલીસને ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે સુરતના ગોડાદરા ખાતે આવેલી શ્યામ હાઈટ્સ સોસાયટી બહાર માથાભારે જીતેન્દ્ર યાદવ ઉર્ફે જીતુ ગુરૂ સાગરીતો સાથે બેસી રહેતો હોય અને ગેરકાયદે દબાણ કરી સોસાયટીના રહિશોને હેરાન કરતો હોય જેથી કંટાળી સોસાયટીના પ્રમુખ નલેશ દૌલત મહાલે સહિતના સભ્યોએ સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરી અસામાજિક તત્વના ત્રાસ્તથી મુક્તિ અપાવવા માંગ કરી હતી.
