સુરત : ભૂતપૂર્વ સિક્યુરિટી ઓફિસર નીકળ્યો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ચોર
ટોળકીના પાંચ રીઢાઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ટ્રેક લીંક ફીટ કરવામાં ઉપયોગમાં લેવાતી લોખંડની પ્લેટો તથા બોલ્ટ અને વાઈસરોની ચોરી કરી ભાગી છુટેલી ટોળકીના પાંચ રીઢાઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
સુરતમાં ધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે સચીન પોલીસની ટીમે પીઆઈ પી.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પાંચ ચોરો જેમાં હનીફ નીઝામુદ્દિન સૈયદ, સાહીદ ઉર્ફે આઠુ સાજીદ પઠાણ, સહેજાદ ઉર્ફે હેન્ડસમ પઠાણ, સાહીલ સાજીદ પઠાણ તથા સઈદ મહેબુબ શાહને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ટ્રેક લીંક ફીટ કરવામાં ઉપયોગમાં લેવાતી લોખંડની પ્લેટો, બોલ્ટ, વાઈસરો તથા એમ.એસ. લોખંડના અને કોપર કોટીંગના સળીયા મળી લાખોની ચોરી કરી હોય જે અંગે બે ગુના સચીન પોલીસ મથકમાં નોંધાયા હતા જે ગુનામાં સચીન પોલીસે ચારેય ચોરોની ધરપકડ કરી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
