સુરતમાં 7 વર્ષના બાળક પર પાલતુ શ્વનનો હુમલો
7 વર્ષના બાળક પર જર્મન સેફર્ડ શ્વાને કર્યો હુમલો
બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
સુરતમાં શ્વાનના હુમલા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે પર્વત પાટીયા વિસ્તારમાં પાળતુ જર્મન સેફર્ડ શ્વાનએ એક બાળક પર હુમલો કરતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતમાં ફરી શ્વાનએ એક બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વાત એમ છે કે પર્વત પાટિયા વિસ્તારમાં 7 વર્ષના બાળક પર પાલતુ શ્વાને હુમલો કર્યો હતો. જર્મન સેફર્ડ શ્વાન દ્વારા બાળક પર હુમલો કરાવવામાં આવ્યો બાળકને ગંભીર રીતે ઈજાઓ થતા તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો બાળકના પરિવાર દ્વારા પુણા પોલીસ સ્ટેશન, સુરત પાલિકા કમિશનર અને પાલિકાના આરોગ્ય અધિકારીને અરજી કરાઈ હતી. સાથે પરિવાર દ્વારા પુણા પોલીસ સ્ટેશન પહોંચી કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ હતી.
