સુરતના ચૌટા બજારમાં ચોરીની ઘટના બની
ગ્રાહકના સ્વાંગમાં મહિલાઓ ચોરી કરતા જોવા મળ્યા
એક દુકાનમાં બુરખામાં આવેલી બે મહિલાઓ જ્વેલરી ચોરી કરી
ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ
હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે ચૌટા બજારમાં ગ્રાહકના સ્વાંગમાં ચોરો ફરી રહ્યા હોય અને એક દુકાનમાં બુરખામાં આવેલી બે મહિલાઓ જ્વેલરી ચોરી કરી જતા પોલીસને જાણ કરાઈ છે.
હાલ તહેવારોની મોસમ વચ્ચે સુરતના ચૌટાપુલમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે ત્યાં જ ચોર ટોળકી પણ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યુ છે. જેને લઈ ચૌટાપુલના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. ચોટાપુલના એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બુરખામાં આવેલી બે મહિલાઓએ દુકાનદારની નજર ચુકવી જ્વલેરી ચોરી કરતી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટના અંગે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ છે. તો ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જે સીસીટીવીમાં જોઇ શકાય છે કે બે બુરખાધારી મહિલાઓ દુકાનમાં પ્રવેશે છે. અને લાંબા સમય સુધી દુકાનમાં રહ્યા બાદ આ બે મહિલામાંથી એક મહિલા દુકાનદારની નજર ચુકવી જ્વેલરીનું એક આખું બોક્સ પહેલા દુરથી ખેંચે છે.
