ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સુરતમાં આપ પાર્ટી

Featured Video Play Icon
Spread the love

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સુરતમાં આપ પાર્ટી
મીની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી સપોર્ટ માર્ચ
સજાના વિરોધમાં કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી સમર્થન વ્યક્ત કર્યું

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા બરોડા પ્રિસ્ટેજથી મીની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી વિશાળ સપોર્ટ માર્ચ યોજાઈ હતી. જે પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી સમર્થન વ્યક્ત કર્યું હતું.

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા પ્રિસ્ટેજથી શરૂ થયેલી આ પદયાત્રા મીની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. માર્ચમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં યોજાયેલી આ રેલી દરમિયાન કાર્યકર્તાઓએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે પોતાની એકતા દર્શાવી હતી.

ચૈતર વસાવા તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ જેવા ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યકર્તાઓએ ચૈતર વસાવાને ન્યાય મળે અને તેમની સાથે પક્ષ મજબૂતીથી ઉભો છે તેવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *