સુરતમાં ગણેશ ભક્તો નારાજ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગણેશ ભક્તો નારાજ
ગણપતિ આગમનના બેનર ફાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ

સુરતમાં તહેવારો સમયે કાકરીચાળો અસામાજિક તત્વો કરી રહ્યા હોય તેમ વેસુ વિસ્તારમાં ગણપતી બાપાના આગમન પહેલા જ બેનરો ફાડી નંખાતા રોષ જોવા મળ્યો હતો.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના ગુરૂવારે મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવે છે. ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણાં માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રી દરમિયાન ત્રણથી ચાર અજાણ્યા ઇસમોએ ફાડી નાખ્યા હોવાના આરોપ છે. હાલ તો બનાવને લઈ વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુમાં એક દિવસ પહેલા 15 પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *