સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હેલ્મેટનુ વિતરણ

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હેલ્મેટનુ વિતરણ
એનજીઓ અને પોલીસ વિભાગે સંયુક્ત 1000 જેટલા હેલ્મેટનુ વિતરણ
સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું ન ભૂલવા કહ્યુ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માર્ગ સુરક્ષા માટે મહત્વપુર્ણ પહેલ કરાઈ હોય તેમ ટ્રુ હોમ ફાઈનાન્સ, એલિક્સિર એનજીઓ અને પોલીસ વિભાગે સંયુક્ત ઉપક્રમે 1000 જેટલા હેલ્મેટનુ વિતરણ કરી લોકોને જાગૃત્ત કર્યા હતાં.

સુરત શહેરમાં માર્ગ સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ટ્રુ હોમ ફાઇનાન્સ, એલિક્સિર એનજીઓ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો, જ્યાં વાહન ચાલકો સાથે સાથે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી ગાર્ડ અને વિવિધ વિભાગોના કર્મચારીઓને હેલ્મેટ આપવામાં આવ્યા હતાં. તો ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયું કે હેલ્મેટ માત્ર નિયમ માટે નહીં, પરંતુ જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે. છેલ્લા એક વર્ષમાં હેડ ઇન્જરી અને અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે, જે હેલ્મેટના વધતા ઉપયોગને કારણે શક્ય બન્યું હોવાનું કહેવામાં આવ્યું છે. ટ્રાફિક વિભાગે ખાસ અપીલ કરી છે કે, જ્યારે પણ દ્વિચક્રી વાહન ચલાવો ત્યારે હેલ્મેટ અનિવાર્ય રીતે પહેરો. અકસ્માત સમયે હેલ્મેટ જીવન બચાવી શકે છે. સુરત ટ્રાફિક પોલીસની તમામ નાગરિકોને અપીલ કરી હતી અને હેલ્મેટનું મહત્વ સમજો અને દરેક સફરમાં તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું ન ભૂલતા તેમ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *