સુરત જિલ્લાના માંડવીમાં નવનિર્મિત પોલીસ સ્ટેશન

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લાના માંડવીમાં નવનિર્મિત પોલીસ સ્ટેશન
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ
તડકેશ્વર, પાલોદ, પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરાયું

સુરત જિલ્લાના માંડવી ખાતે અંબાજી નાકા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનનુ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નાહસ્તે આજરોજ બપોરે 3.00 કલાકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

સુરત જિલ્લાના માંડવી ખાતે ગુજરાતના ગૃહમંત્ર હર્ષ સંઘવી દ્વારા નવ નિર્મિત પોલીસ સ્ટેશનની રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તડકેશ્વર તથા પાલોદનોનું ઈ લોકાર્પણ કરાયું હતું. સ્વાગત પ્રવચન એસ.પી રાજેશ ગઢીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટીમાં 1008 વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાં માંથી વિદ્યાર્થીઓપાસ થયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ રેન્જ આઈ જી પ્રેમવીર વીર જી એ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ પોલીસ તંત્રના અધિકારીશ્રીઓએ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માંડવી ખાતે આ નવનિર્મિત પોલીસ તંત્ર આ વિસ્તારની સુરક્ષા વધુ મજબુત બનશે અને કઈ દિશામાં કાર્ય કરવાથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તેની તકેદારી રાખશે અને જેમણે જણાવ્યું હતું કે કોઈની દુકાનો સવારે ઉદ્ઘાટન કરીએ તો વધુમાં વધુ ચાલે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ જ્યારે આજરોજ માંડવી ખાતે પોલીસ સ્ટેશનનુ 3.00 કલાકે લોકાર્પણ કરીએ છીએ તો પ્રભુને આવી પ્રાર્થના કરીએ કે આ વિસ્તારના કોઈ લોકોએ પોલીસ સ્ટેશન સુધી આવવું ના પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઇશ્વર પરમાર, કુવરજી હળપતિ, મોહન ઢોડીયા, સુરત જિલ્લાના ભાજપ પ્રમુખ ભરત રાઠોડ મહામંત્રી જગદીશ પારેખ, રોહિતપટેલ, અંકુર દેસાઈ તથા મોટી સંખ્યામાં મહાનુભાવો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અંતે આભાર વિધિ મદદ મદદનીશ અધિક અક્ષેશ એન્જિનિયરે કરી સૌનો આભાર બન્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *