સુરતમાં વાતાવરણમાં પલ્ટા સાથે સુર્ય દેવતા કોપાયમાન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વાતાવરણમાં પલ્ટા સાથે સુર્ય દેવતા કોપાયમાન
લુ અને હીટસ્ટ્રોકના કેસો વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

સુરતમાં વાતાવરણમાં પલ્ટા સાથે હાલ સુર્ય દેવતા કોપાયમાન પોકારી રહ્યા હોય જેને લઈ લુ અને હીટસ્ટ્રોકના કેસો વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે.

સુરતમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો હોય લોકો ગરમીથી પરેશાન થતા દૈનિક જીવન પ્રભાવિત થયો છે. લૂ અને હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા અને વધુ પાણી, લીંબુ પાણી અને છાશ પીવાનું સૂચન કરાયુ છે. તો સાથે સુતરાઉ અને ઢીલાં કપડાં પહેરવા અનુરોધ કરવાની સાથે બહાર જતાં સનસ્ક્રીન ફરજીયાત લગાવવુ અને પરસેવો ન વળે તેનું ધ્યાન રાખવું જોઈએ. બાળકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ સાવચેતી રાખવા વાલીઓને અપીલ કરાઈ છે. હાલ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *