સુરતના અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ
ડીજીવીસીએલની ટીમ અને સ્થાનિક રહિશો વચ્ચે ઉગ્ર બોલાચાલી
મંજૂરી લીધા વિના જૂના મીટરના સીલ તોડવામાં આવ્યા

સુરતના અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટરને લઈ ડીજીવીસીએલની ટીમ અને સ્થાનિક રહિશો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાતાં મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો હતો.

સુરતમાં સ્માર્ટ મીટરને લઈ અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ડીજીવીસીએલની ટીમ સામે રહિશોએ બળજબરીપૂર્વક મીટર બદલવાનો આક્ષેપ કર્યો હતો. અને સ્થાનિકોના જણાવ્યા મુજબ મંજૂરી લીધા વિના જૂના મીટરના સીલ તોડવામાં આવ્યા હતા, જેને લઈને રહિશોએ વિરોધ નોંધાવ્યો હતો. વિવાદ દરમિયાન મહિલાઓ સાથે ઝપાઝપી અને ગાળાગાળીના આક્ષેપો પણ સામે આવ્યા છે. ઘટનામાં એક મહિલાને ઇજા પહોંચી હોવાનું જણાવાઈ રહ્યું છે, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહિશોએ ડીજીવીસીએલના કર્મચારીઓ સામે મારપીટ અને દબાણપૂર્વક કામગીરી કરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાના આક્ષેપો સાથે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *