અમરેલી ડિવિઝનમાં વીજચોરી ઝડપવા મોટું અભિયાન
45 ટીમો દ્વારા શહેર-ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલનું ચેકિંગ શરૂ
પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી
અમરેલી ડિવિઝનમાં ગેરકાયદેસર વીજ કનેક્શન શોધવા માટે પીજીવીસીએલએ મોટું અભિયાન શરૂ કર્યું છે. ધારી, બગસરા, વડીયા અને કુંકાવાવ વિસ્તારમાં 45 ટીમો તૈનાત કરવામાં આવી છે.
વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજચોરીના કિસ્સાઓ PGVCLના વિસ્તારમાંથી સામે આવે છે.ભૂતકાળમાં વીજ કર્મચારીઓ સાથે થયેલા વિવાદ અને હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વખતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વીજ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર કનેક્શન ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર કનેક્શન ધારકોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ચેકિંગ અભિયાનથી વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓને આશંકા છે કે દિવસના અંતે મોટી સંખ્યામાં ગેરકાયદેસર કનેક્શન પકડાઈ શકે છે.
