સુરતમાં બેટરી ચોર રીઢા ઝડપાયો
પોલીસે ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
સરીફ ઈકબાલ શેખની ધરપકડ
સુરતની ઈચ્છાપોર પોલીસે અલગ અલગ ડમ્ફર તથા ટ્રકો અને ટ્રેલરોમાંથી બેટરીઓની ચોરી કરનાર રીઢા ચોરને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતની ઈચ્છાપોર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અલગ અલગ ડમ્ફર તથા ટ્રકો અને ટ્રેલરની બેટરીઓની ચોરી કરનાર રીઢા ચોર નવસારી બજાર ખાતે રહેતા સરીફ ઈકબાલ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને સીસીટીવી સહિતની મદદથી ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા પાંચ બેટરીઓ તથા ચોરીમાં વપરાયેલ રીક્ષા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
