સુરતના સરકારી વકીલ નયન સુખડવાલાનુ ફેસબુક એકાઉન્ટ હેક
કોઈપણ મેસેજ આવે તો રીપ્લાય ન આપવા કહ્યુ
સુરતના સરકારી વકીલ નયન સુખડવાલાનુ ફેસબુક એકાઉન્ટ હેક થતા તેઓ દ્વારા લોકોને અપીલ કરાઈ હતી અને કોઈપણ મેસેજ આવે તો રીપ્લાય ન આપવા કહ્યુ હતું.
સુરતના સરકારી વકીલ નયન સુખાડવાલા નું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. સરકારી વકીલ નયન સુખાડવાલાએ એકાઉન્ટ હેક થતા લોકોને અપીલ કરી હતી અને જણાવ્યુ હતુ કે ફેક એકાઉન્ટથી કોઈપણ કોલ કે પૈસાની માંગણી થાય તો રીપ્લાય આપવો નહીં. ફેક એકાઉન્ટ બનાવનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
