સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે રાખી ફરતો માથાભારે ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે મનહરકુમાર પરસોત્તમ સોલંકીને ઝડપી પાડ્યો હતો
પોલીસે આરોપીને પકડી પિસ્ટલ અને કાર્ટીઝ કબ્જે કર્યા
સુરતમાં જુની અદાવતમાં પોતાના સ્વરક્ષણ માટે દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે રાખી ફરતા માથાભારે ઈસમને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની પાસેથી પિસ્ટલ અને કાર્ટીઝ કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા હથિયારબંધી જાહેરનામાનો અમલ કરાવવા ક્રાઈમ બ્રાન્ચને સુચના અપાઈ હોય જેને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી તે સમયે વાહન ચોરી સ્કવોર્ડના પી.એસ.આઈ.ની ટીમે હ્યુમન સોર્સીસ ના આધારે મળેલી બાતમીના આધારે મક્કાઈપુલ સૌચાલય પાછળ ડક્કા ઓવારા જવાના રોડ પર ગુજરાત મેરીન ટાઈન બોર્ડની બિલ્ડીંગના કમ્પાઉન્ડ દિવાલ પાસેથી ભાઠેના ઉમિયામાતાના મંદિર પાસે પંચશીલ નગર ખાતે રહેતા મનહરકુમાર પરસોત્તમ સોલંકીને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે મિત્રો સાથે તે મારામારીના ગુનામાં સલાબતપુરા પોલીસમાં ઝડપાયો હોય જેથી જુની અદાવત ચાલતી હો યમધ્યપ્રદેશના ખાંડવા ખાતેથી રાજેશ નામના ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીઝ ખરીદી કરી પોતાની પાસે રાખી સુરતમાં ફરતો હતો. જો કે આરોપી કોઈ ગંભી ગુનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.