સુરતમાં 15 વર્ષ અગાઉ લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર ઝડપાયો
અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાને ભગાડી હતી
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો .
સુરતમાં 15 વર્ષ અગાઉ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાને લગ્નની લાલચે ભગાડી જનારને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે વર્ષ 2011માં અઠવા પોલીસ મથકની હદમાંથી સગીર વયની બાળકીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જનાર મુળ બિહારનો અને હાલ સલાબતપુરા રેશમવાડ ખાતેઆવેલ બાગે ચિરાગે રિફાઈ બિલ્ડીંગમાં હેતા તારીક અનવર અબ્દુલ બાસીરને રેશમવાડમાંથી ઝડપી પાડ્યો હતો. તો આરોપી વર્ષ 2011માં જરીમ કામ ધંધો કરતો હોય તે સમયે ફરિયાદીની 15 વર્ષની સગીર બાળાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો અઠવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.