સુરત સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં હત્યા
ગત 8 મેના રોજ મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી
હત્યા કરી ભાગી છુટેલા તેના આરોપી પ્રેમીને ઝડપી પાડ્યો
સુરત સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ગત 8 મેના રોજ મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે મહિલાની ઓળખ કર્યા બાદ તેની હત્યા કરી ભાગી છુટેલા તેના પ્રેમીને ઝડપી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળથી માહિતી મુજબ ગત 8મી મેના રોજ સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી એક મહિલાની ક્રૂર રીતે હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી જે અંગે સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી ફુટેજ તેમજ ખાનગી બાતમીદારો થકી ક્રાઈમ બ્રાન્ચે અજાણી મહિલા મુળ બિહારની અને હાલ સચીન જીઆઈડીસી અંબિકા નગરમાં રહેતી મુન્નીદેવી મુન્નાસિંગ ગણેશસિંગ ચૌહાણ હોવાનુ સામે આવ્યુ હતું.
તપાસ કરતા મહિલા એક યુવાન સાથે મોપેડ પર બેસી જતી જોવા મળી હોય જે દિશામાં તપાસ હાથ ધરી મુળ બિહારનો અને હાલ પાંડેસરા નાગસેન નગર ખાતે રહેતા અરમાન છોટેબાબુ હાસમીને ઝડપી પાડ્યો હતો. અને તેની પુછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તે અપહરણીત હોય અને મૃતક પરિણીત હોય તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બન્ને જણાએ અલગ ભાડેથી રૂમ રાખી રહેતા હતા જો કે મૃતક મુન્નીદેવી પ્રેમિ પર અવાર નવાર શક વહેમ કરતી હોય અને ઝઘડાઓ થતા હોય જેથી કંટાળી તેનુ કાસળ કાઢી નાંખીસ ચીન જીઆઈડીસી રામેશ્વર કોલોની કલરટેક્ષ પાસે ઝાડી ઝાખરવાળા રોડ પર એકાંતમાં મળવાલ ઈ જઈ લોખંડના સળીયા વડે માથાના પાછળના ભાગે તથા માથાના આગળના ભાગે માર મારી હત્યા કરી ભાગી છુટ્યો હતો. તો હત્યા કર્યા બાદ પોતે પોતાના વતન બિહાર અને નેપાળ ભાગતો ફરતો હોવાની કબુલાત કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે હત્યરાનો કબ્જો સચીન જીઆઈડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.