સુરતની સરથાણા પોલીસે નિકુંજ વિનિ ગજેરાને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની સરથાણા પોલીસે નિકુંજ વિનિ ગજેરાને ઝડપ્યો
ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન દવાનું વેચાણ કરતો
દવાનો જથ્થો, લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે

સુરતની સરથાણા પોલીસે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન દવાના વેચાણનો જથ્થો શોધી કાઢી એકની ધરપકડ કરી હતી.

ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવાનુ વેચાણ કરનારાઓ અને ઓનલાઈન દવા વેંચનારાઓ સામે કાર્યવાહી કરવા ઉપરી અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ સરથાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગત 24 ઓગષ્ટના રોજ બાતમીના આધારે સરથાણા જકાતનાકા પાસે આવેલ ગોકુલમ આર્કેડના પહેલા માળે આવેલ દુકાનમાં દરોડા પાડતા ત્યાંથી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન દવાનુ વેચાણ કરનાર નિકુંજ વિનિ ગજેરાને ઝડપી પાડી તેની પાસેથી દવાનો જથ્થો, લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *