બેંગકોકથી ફ્લાઈટમાં સુરત એરપોર્ટ પહોંચ્યો હાઈબ્રીડ ગાંજો
આરોપી જાફર અકબર ખાનનેને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો
ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ વિભાગ અને સીઆઈએસએફનું સંયુક્ત ઓપરેશન હાથ ધરી
સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ વિભાગ અને સીઆઈએસએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બેંગકોકથી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સુરત આવેલા આરોપીને હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે જાફર અકબર ખાનને ઝડપી પાડ્યો હતો.
સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજો સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે. આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત 1 કરોડ 41 લાખ 92 હજાર 500 આંકવામાં આવી હતી.
મુસાફર જાફર અકબર ખાનને તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તો પોલીસ અને કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજો છે. આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડાવવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે. તો આ મામલે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમા વધુ માહિતી આપી હતી.
