ગુજરાતની ધરતીએ બિહારીઓનું સન્માન કર્ય

Featured Video Play Icon
Spread the love

ગુજરાતની ધરતીએ બિહારીઓનું સન્માન કર્ય
સુરતમાં બિહાર દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી હાજર રહ્યા
કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય ગૃહ પ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા.
છઠપૂજામાં સામેલ થઇશું, સુરતથી સ્પે. ટ્રેન દોડાવીશું: પાટીલ

સુરતના સચિન વિસ્તારમાં યોજાયેલા બિહાર દિવસના વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ બિહાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય નિવેદન આપ્યાં છે. આ કાર્યક્રમ માં કેન્દ્રીય રાજ્ય ગૃહ પ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા.

અહીં પાટીલે જણાવ્યું હતું કે, બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. જાતિ-પાતિમાં રહીશું તો બિહાર બીમાર જ રહેશે. હું બિહારની છઠપૂજામાં પણ સામેલ થઇશ અને ચૂંટણીના વિજયમાં પણ જોડાઈશ. છઠપૂજા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. બિહાર વાસીઓએ ગુજરાતને વિકસિત પણ કર્યું છે .ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે.આજે બિહાર તમારાથી આસ લગાવીને બેઠું છે .બિહારમાંથી નક્સલવાદ નો ખાતમો થયો છે.પ્રધાનમંત્રી મોદીએ લાખો કરોડો રૂપિયા આપી વિકાસના કામોની શરૂઆત કરાવી છે.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે .જે બીમાર બિહાર હતું તે હવે રહ્યું નથી બિહારની અંદર હજી ડેવલપમેન્ટની આવશ્યકતા છે.હજી વધુ કામ કરવાની આવશક્યતા છે માં ગંગા પર પાણીનું પ્રબંધ હોવું જોઈતું હતું,તે કોંગ્રેસીઓએ થવા નહી દીધું.

જેના કારણે બિહારના લોકોએ બિહાર છોડી ગુજરાત આવવાની પણ ફરજ પડી છે.પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો ત્યાં જમીન ખૂબ જ સારી છે માં ગંગાનું ત્યાં પાણી છે અને બિહારના વાસીઓએ અહીં આવવાની ફરજ નહોતી પડતી.પીએમ મોદીએ બિહારમાં 12,000 કરોડનો ડેમનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે.જે પ્રોજેક્ટ ને મારા મંત્રાલય દ્વારા ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે.વિકસિત ભારતની મુવમેન્ટ ઝડપભેર વધવાની છે.જે લોકો અહીં આવી ગયા છે તે લોકોએ અહીંયા જ રહેવાનું છે.જે લોકોએ હવે અહીંથી જઈ નથી શકતા, જે લોકો બિહારમાં વસે છે તે લોકોએ પણ વિકસિત ભારતમાં પોતાનો અધિકાર માંગવાનો હક છે.

આ નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ અને ઘોડો નીકળી પડ્યો છે.આ અશ્વમેઘ યજ્ઞ રથને રોકવાની તાકાત કોંગ્રેસ કે અન્ય લોકોમાં નથી, છઠ્ઠ પૂજા માટે નિત્યાનંદ રાયને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છેઆગામી બિહાર ની ચૂંટણીને લઈ મોટું નિવેદન આપતા તેઓએ કહ્યું હતું કે,બિહારમાં ચૂંટણી પણ છે .અમારા ભાઈ બહેન પણ બિહારમાં છે .જે લોકોને પણ ટકોર કરીને આવી છે .આ વખતે ભૂલ ન થવી જોઈએ ગુજરાતમાં છપ્પર ફાડીને 156 લાવ્યા ,તે પ્રમાણે બિહારમાં પણ 200 થી વધુ સીટો લાવવાની છે .ડબલ સેન્ચ્યુરી કરવાની છે .બિહારમાં છઠપૂજાને લઈ સુરત થી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે .આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અશ્વની વૈષ્ણવજીને રજૂઆત કરાશે.છઠ પૂજામાં પણ સામેલ થઇશું અને વિજયમાં પણ જોડાશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *