સુરત એસઓજી દ્વારા પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીઓ સાથે મહત્વની બેઠક
સિક્યુરિટી એજન્સીઓમાં નિયમોનું કડક પાલન થાય તે માટે બેઠક યોજાઈ
એસઓજીએ સુરક્ષા વ્યવસ્થાને લઈને એજન્સી સંચાલકોને જરૂરી સૂચનાઓ આપી
સુરત શહેર એસઓજી દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનુ કડકપણે પાલન થાય તે માટે મહત્વપુર્ણ બેઠકનુ આયોજન કર્યુ હતું.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તાજેતરમાં અમદાવાદ ખાતે સિક્યુરીટી ગાર્ડ દ્વારા યુવતિ પર દુષ્કર્મ ગુજારાયો હોય જેને લઈ સુરતમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલકો દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીના કાયદા અને નિયમોનુ કડક પાલન થાય તે માટે સિક્યુરીટી એજન્સી ચલાવનારાઓ સાથે મીટીંગનુ આયોજન કરવા આપેલી સુચનાને લઈ એસોજીના ડીસીપી રાજદિપસિંહ નકુમ તથા પીઆઈ એએસ સોનારાના માર્ગદર્શન હેઠળ 24 ઓગષ્ટના રોજ પોલીસ હેડ ક્વાટર્સ કોમ્યુનીટી હોલ ખાતે સુરતમાં કાર્યરત સિક્યુરીટી એજન્સીના સંચાલકો અને સિક્યુરીટી ગાર્ડ સાથે મિટિંગ યોજી હતી જેમાં 160 સિક્યુરીટી એજન્સીના 850 સંચાલકો-સિક્યુરીટી ગાર્ડ હાજર રહ્યા હતાં જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી.
