બારડોલીમાં રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય સંવિધાન ગૌરવ યાત્રા

Featured Video Play Icon
Spread the love

બારડોલીમાં રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય સંવિધાન ગૌરવ યાત્રા
ભગવાન બિરસા મુંડાની પ્રતિમાથી ડૉ. આંબેડકરની પ્રતિમા સુધી યાત્રા નીકળી
મહાનુભાવોએ સંવિધાન અને બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી

બારડોલી: ૨૬ નવેમ્બર, રાષ્ટ્રીય સંવિધાન દિવસના પાવન અવસરે બારડોલી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાથી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ભવ્ય ‘સંવિધાન ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
​

આ પ્રસંગે મહાનુભાવો તથા ઉપસ્થિત સૌએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને ભારતીય સંવિધાનને પુષ્પહાર અર્પણ કરી ભાવવંદના કરી હતી. યાત્રા દરમિયાન વક્તાઓએ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ સભા દ્વારા સંવિધાનના સ્વીકાર અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી તેના અમલીકરણના ઐતિહાસિક મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તદુપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૫થી પ્રતિવર્ષ ૨૬ નવેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય સંવિધાન દિવસ’ની ઉજવણીનો પ્રારંભ થયો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

​આ ગૌરવશાળી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સમીરભાઈ, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ સહિત અન્ય ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *