બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી વિવાદમાં સપડાયું

Featured Video Play Icon
Spread the love

બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી વિવાદમાં સપડાયું
શાકભાજીના વેપારીઓના ચેરમેન પર ગંભીર આક્ષેપો
વેપાર કરવા માટે 10 લાખની માગણી કરાતી હોવાનો આરોપ

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓએ ચેરમેન પર વેપાર કરવા માટે 10 લાખ રૂપિયા માંગ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. સામે પક્ષે ચેરમેન ડી. એમ. પટેલે આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા.

બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાયું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સામે અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વેપારી કિરીટસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે, યાર્ડમાં વેપાર ચાલુ રાખવો હોય તો 10 લાખ આપવા પડશે તેવી માગ કરવામાં આવે છે. વેપારીઓએ એવો પણ દાવો કર્યો છે કે, ગઇ ટર્મમાં પણ 10 લાખ આપવામાં આવ્યા હતા, ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે શું ચેરમેન બદલાય એટલે દરેક નવા ચેરમેનને 10 લાખ રૂપિયા આપવા જરૂરી છે ? બીજી બાજુ, આ તમામ ગંભીર આક્ષેપો અંગે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. એમ. પટેલે તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે. ચેરમેને આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા જણાવ્યું હતું કે, આ આરોપો તદ્દન ગેરવ્યાજબી છે અને યાર્ડની છબી બદનામ કરવા તેમજ સમગ્ર મામલાને રાજકીય રંગરૂપ આપવાનું મોટું ષડયંત્ર છે.

વેપારીઓએ આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને યોગ્ય ન્યાય પૂરો પાડવામાં આવે તેવી ભારપૂર્વક માગ કરી છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *