સાણંદ એપીએમસીમાં ડાંગરના ભાવ મુદ્દે હોબાળો

Featured Video Play Icon
Spread the love

સાણંદ એપીએમસીમાં ડાંગરના ભાવ મુદ્દે હોબાળો
વેપારીઓની મનમાની સામે ખેડૂતોનો વિરોધ
કમોદ ડાંગરના માત્ર 200 રૂપિયા ભાવ બોલાયા

તારીખ 26 નવેમ્બરના રોજ સાણંદ એપીએમસી (માર્કેટ યાર્ડ) ખાતે ડાંગરના ઓછા ભાવ મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને હરાજી બંધ કરાવી

સાણંદ APMC (માર્કેટ યાર્ડ) ખાતે હરાજી દરમિયાન ખેડૂતોને ડાંગરના પૂરતા અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. યાર્ડમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ વેપારીઓ અને અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દલીલો કરી હતી, જેના કારણે યાર્ડમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો. ખેતી ખર્ચ વધવાની સામે બજાર ભાવ ઘટી રહ્યા હોવાથી ખેડૂતો યોગ્ય ભાવની માંગ કરી રહ્યા છે. હાલ કમોદ ડાંગરના માત્ર 200 રૂપિયા ભાવ બોલાયા છે

સાણંદ એપીએમસીમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી અટકાવી છે. સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા વેપારીઓ ઓછા ભાવ આપતા હોવાનો આરોપ છે. સરખા ભાવ નહી મળે ત્યાં સુધી હરાજી નહી થવા દેવાની ખેડૂતોની ચીમકી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *