સુરતના ઈચ્છાપોરમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

Featured Video Play Icon
Spread the love

સુરતના ઈચ્છાપોરમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી
બસ સ્ટેન્ડ નંબર 3 પાછળ નહેરના કિનારેથી લાશ મળી
મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશ ફેંકી હોવાની આશંકા
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો
પોલીસે લાશનો કબજો લઈ હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી

સુરતના ઈચ્છાપોરમાં બસ સ્ટેન્ડ નંબર 3 પાછળ નહેરના કિનારેથી મહિલાની ક્રૂરતાપુર્વક હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મલી આવતા પોલીસ દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઈ તપાસ શરૂ કરી હતી.

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં મહિલાની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. વાત એમ છે કે ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર-3 પાછળ નહેરના કિનારેથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા રવિવારે પરિવારને જાણ કરીને ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મંગળવારે સવારે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં દોરી વડે ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. મહિલાના શરીર પર ઈજાનાં નિશાન પણ મળી આવ્યાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પ્રબળ આશંકા વ્યક્ત થતાં તબીબોએ જરૂરી સેમ્પલ લઈ વધુ તપાસ શરૂ કરી છે. તો મૃતક મહિલા હીરાબુર્સની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. માતાની હત્યાથી એક પુત્રી અને બે પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલ ઈચ્છાપોર પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલ ડિટેઈલ્સના આધારે હત્યારાને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *