સુરતમાં આવકવેરા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની હડતાળ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આવકવેરા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની હડતાળ
12 પડતર માંગણીઓને લઈને કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
કર્મચારી ફેડરેશન અને ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએશનનું સંયુક્ત આંદોલન
ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સુરતમાં આવકવેરા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની 12 પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. કર્મચારી ફેડરેશન અને ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વિરોધ પ્રદર્શન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.

સુરત આવકવેરા વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓનો વિરોધ જોવા મળ્યો છે. 12 જેટલી પડતર માંગણીઓને લઈને આવકવેરા કર્મચારી ફેડરેશન અને ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હડતાળ અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કર્મચારીઓ દ્વારા કેડર રિવ્યુ અને રિસ્ટ્રક્ચરિંગની દરખાસ્તને આખરી સ્વરૂપ આપવા, નોન-ગેઝેટેડ ભરતી નિયમોમાં સુધારા કરવા અને પ્રમોશન માટે જગ્યાઓ ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત 2014થી 2018 બેચના પીઆર આઈઆરએસ અધિકારીઓના પ્રશ્નો ઉકેલવા, આઈટીઓની ઓલ ઇન્ડિયા સિનિયોરિટી લિસ્ટ જાહેર કરવા અને ઇન્ટર ચાર્જ ટ્રાન્સફર નીતિ ફરી લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી છે. આઈટીબીએ નોન-ગેઝેટેડ કર્મચારીઓને ફરજો સોંપવા, વિભાગીય લેપટોપ આપવા, બિનજરૂરી રિપોર્ટિંગ બંધ કરવા અને ડીઈઓ સહિતની નિયમિત કામગીરીનું આઉટસોર્સિંગ બંધ કરવાની પણ માંગ કરી હતી. 12 પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *