સુરતના સિટી લાઇટ રોડ પર બે કાર પર વૃક્ષ ધરાશાયી

Featured Video Play Icon
Spread the love

સુરતના સિટી લાઇટ રોડ પર બે કાર પર વૃક્ષ ધરાશાયી
ડ્રાઈવર સહિત 4 મુસાફરોને હોસ્પિટલ ખસેડાયા
ફાયર વિભાગે વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કર્યો

સુરતના સિટી લાઇટ રોડ પર એસબીઆઈ સર્કલ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક મહાકાય વૃક્ષ બે કાર પર ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. એક કારને નુકસાન થયું હતું, જ્યારે બીજી કારમાં સવાર ચાર લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

સુરતના સિટી લાઇટ રોડ પર એસબીઆઈ સર્કલ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલી બે કાર પર અચાનક વૃક્ષ પડતાં વાહનોને નુકસાન થયું હતું. એક કારને સામાન્ય નુકસાન થયું હતું, જ્યારે બીજી કારમાં સવાર ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ચાર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષ હટાવી રસ્તો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *