વારંવાર વિવાદમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલ
ફાર્મસી વિભાગમાં કર્મચારીઓ રાત્રે ઉંઘી જાય છે
ફાર્મસી અનાથ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા
વારંવાર વિવાદમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં કર્મચારીઓ ખુરશી પર નહી પરંતુ ઓશઇકુ અને ચાદર સાથે લઈ આવી રાત્રે ઉંઘી જતા હોય અને ફાર્મસી અનાથ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. રાત્રિના સમયે મેડિકલ સ્ટોરની જવાબદારી ભગવાનના ભરોસે છોડી, ફાર્મસી વિભાગના કર્મચારીઓ ખુરશી પર નહીં, પરંતુ ઓશિકું અને ચાદર સાથે લઈને આવી ઊંઘમાં ડૂબી જતા હોવાનું ચોંકાવનારું ચિત્ર ઉજાગર થયું છે. ફાર્મસી વિભાગના કેટલાક કર્મચારીઓ રાત્રે ડ્યૂટી દરમિયાન નિયમિત રીતે સૂઈ જાય છે. આ કર્મચારીઓ ઓશિકું અને ચાદર સાથે તૈયારીપૂર્વક આવે છે અને મેડિકલ સ્ટોરને અનાથ છોડી દે છે. આવી બેદરકારીથી દર્દીઓ અને તેમના સગાઓને જરૂરી દવાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે, જે હોસ્પિટલની સેવાઓની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે આ બેદરકારી પર ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હોવાથી કોઈ કડક કાર્યવાહી થતી નથી. સૂત્રોનું માનીએ તો, અધિકારીઓ આવા કર્મચારીઓને બચાવતા હોય તેવું લાગે છે. કડક પગલાં લેવાને બદલે, અધિકારીઓ આવા કર્મચારીઓની બેદરકારીને નજર અંદાજ કરી રહ્યા હોવાનો લાગે છે.
