સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર જોરશોરમાં

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર જોરશોરમાં
ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના સંબોધનમાં કાર્યકરોને ચેતવ્યા
એ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે સમજાવવામાં અસફળ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સમયે ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના સંબોધનમાં કાર્યકરોને ચેતવ્યા હતાં.

સુરત માં ભાજપના વરાછા ના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપ કાર્યકરોને ચેતવ્યા હતા અને કહ્યુ હતુ કે લોકોને સાચી વાત સમજાવવામાં ભાજપના કાર્યકર્તા કાચા પડ્યા છે. વોર્ડ નંબર 4ની મધ્યસ્થ કાર્યાલય ખાતે ધારાસભ્ય કુમાર કાનાણીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતુ અને કહ્યુ હતુ કે રાઈટ ટુ એજ્યુકેશનમાં લાખો વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં ફ્રીમાં ભણે છે આ વાત આપણે લોકો સુધી મૂકી ન શક્યા. આપણે કાચા પડ્યા છે. આપણે લોકોના આરોગ્ય માટે પણ પૈસા નથી લેતા. આપ વાળાએ લોકોને ક્યારેય એવું નથી કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થજો તમને સારવાર મફત મળશે. એ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા છે. પાંચ વર્ષ સુધી રેશનીંગ કૌભાંડ, બાંધકામ કૌભાંડ કરનારા આપયાઓ ચૂંટણી આવતા જ હવે સુંદરકાંડ કરે છે. આ વાત લોકોને આપણે કહેવી પડશે. રામ નવમીનો જેને વિરોધ કર્યો એ જ આજે લોકોને રામનવમીની શુભેચ્છા પાઠવે છે, કથામાં જાય છે, સાધુ સંતોના પગમાં પડે છે તેમ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *