અમરેલી: રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ગરકાવ 3 યુવકો

Featured Video Play Icon
Spread the love

રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ગરકાવ 3 યુવકો
એનડીઆરએફ દ્વારા લાપતા 3 યુવકોની શોધખોળ
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચ્યા
એક યુવકનો પગ લપસતા બચાવવા જતા કુલ 4 યુવકો ડૂબ્યા

અમરેલી રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ત્રણ સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા છે. યુવાનો નહાવા પડ્યા હતા. જે બાદ ડૂબવા લાગતા ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા. મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળેપહોંચી છે. યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અમરેલી ધાતરવડી નદીમાં નહાવા પડેલા આ યુવકો બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ડૂબ્યા હતા. જે બાદ રેસ્ક્યૂ કામગીરી ચાલી હતી. જોકે આ યુવકોની કોઈ ભાળ નહિ મળતા વડોદરાથી NDRFની ટીમ આવી પહોંચી હતી અને બોટ દ્વારા શોધખોળ માટે કોસ્ટગાર્ડની ટીમ પણ પહોંચી હતી. ધારાસભ્ય હીરા સોલંકી પણ શર્ટ કાઢી રેસ્ક્યૂ કરવા પહોંચ્યા હતા અને નદીના પ્રવાહમાં ઉતરી બચાવ કામગીરીમાં જોડાયા હતા. ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રણ સગાભાઈ સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ અમે તાત્કાલીક સ્થળ પર આવી પહોંચ્યા છીએ. તરવૈયાની આખી ટીમ પણ આવી પહોંચી છે. તેઓના પરિવારજનો પર મોટુ દુઃખ આવ્યું છે. ત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ તમામ લોકો સહિસલામત મળી આવે. અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, વડોદરાથી NDRF ટીમ રવાના થઈ ગઈ છે. ટીમ મોડી રાતે પહોંચી જશે. હાલ તમામ યુવકોની શોધખોળ ચાલી રહી છે. ઈન્ચાર્જ મામલદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું કે, 4 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ છે. અન્ય ટીમો પણ બોલાવવામાં આવી છે.તાજેતરમાં અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને રાજુલા તાલુકામાં 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. જેથી મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું છે. નદીમાં ધસમસતા પ્રવાહમાં આ ચારેય યુવકો ડૂબ્યા છે. તેઓને તરતા આવડતું હતું, જોકે, પાણીમાં વમળ સર્જાયું છે એટલે કે પાણી ઘૂમરી મારી રહ્યું છે જેને કારણે તેઓ નદીમાં પ્રવાહમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને ડૂબ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *