સુરત : લાખોના ગોલ્ડ સ્મગલીંગ કેસમાં વધુ એકની ધરપકડ
એસઓજીએ 26 લાખથી વધુનો ગોલ્ડ પેસ્ટ કબ્જે કર્યો
સુરત એસઓજીની ટીમે ઝડપી પાડેલા લાખોના ગોલ્ડ સ્મગલીંગ કેસમાં વધુ એક આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરતની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે બે દિવસ અગાઉ સુરત રેલ્વે સ્ટેશન સામેથી દુબઈથી ફ્લાઈટ મારફતે અમદાવાદ અને ત્યાંથી ટ્રેનમાં સુરત આવનાર ગોલ્ડ સ્મગલરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 26 લાખથી વધુનો ગોલ્ડ પેસ્ટ કબ્જે કર્યો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપી એવા અડાજણ ખાતે રહેતા અમીત જગદીશચંદ્ર સોનીને એસોપીના એએસઆઈ હિતેષસિંહ તથા હે.કો. કિરીટકુમારની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
