સુરતના કતારગામની 19 વર્ષીય શિક્ષિકાના આપઘાત મામલે નવો ટ્વીસ્ટ

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામની 19 વર્ષીય શિક્ષિકાના આપઘાત મામલે નવો ટ્વીસ્ટ
યુવાનના માલધારી સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત
યુવકે નેનાને તમામ સોશિયલ મીડિયા પરથી બ્લોક કરી હતી

સુરતના કતારગામની 19 વર્ષીય શિક્ષિકાના આપઘાત મામલે નવો ટ્વીસ્ટ આવ્યો હોય તેમ યુવાનના માલધારી સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજુઆત કરાઈ હતી.

માલધારી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સુરત પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા હતાં અને નેના આપઘાત કેસને લઈને તટસ્થ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી હતી. નેના અને યુવક અગાઉ એક બીજાના સંપર્કમાં હોવાની વાત પણ માલધારી સમાજના આગેવાનોએ કરી હતી. નેનાના પરિવારે યુવકના પરિવારને ફરિયાદ કરતા યુવકે નેના સાથેનો સંપર્ક બંધ કર્યો હતો. માલધારી સમાજના અગ્રણીઓએ કહ્યું હતુ કે યુવકે નેનાને તમામ સોશિયલ મીડિયા પરથી બ્લોક કરી હતી છતાં નેના જીમેલમાંથી યુવકને મેસેજ કરતી હતી. આઠ મહિના પહેલા આ પ્રકારે વાત થતી હતી અને ત્યારબાદ યુવકનું નેના સાથે કોઈ સંપર્ક જ ન હતો. આ કેસમાં પોલીસ એક દ્રષ્ટિથી નહીં પરંતુ તટસ્થ તપાસ કરે તેવી સમાજ દ્વારા માંગણી છે. આ કેસને સમાજ લેવલે ન લઈ જઈ એક કેસની તરીકે જોવામાં આવે તેવી માંગણી માલધારી સમાજે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *