અમદાવાદના મારુતિનંદન રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવ્યું વાસી ખોરાક

Featured Video Play Icon
Spread the love

અમદાવાદના મારુતિનંદન રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવ્યું વાસી ખોરાક
ગ્રાહકને પીરસવામાં આવેલા જમવામાંથી વાળ નીકળ્યો
બેદરકારી મામલે જાગૃત ગ્રાહકે એએમસીમાં કરી ફરિયાદ

અમદાવાદની મારુતિનંદન રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને વાસી ખોરાક પીરસાયો હોવાની અને ભોજનમાંથી વાળ તેમજ ફૂડમાંથી દુર્ગંધ આવતી હોવાની ચોંકાવનારી ફરિયાદો સામે આવી છે. આ પહેલાં પણ આ જ રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળ્યાની ઘટનાઓ બની છે.

અમદાવાદમાં મારુતિનંદન રેસ્ટોરન્ટ પ્રહલાદનગર-આનંદ નગર, બોડકદેવ અને વટવા જેવા વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે, ત્યારે આ રેસ્ટોરન્ટમાં આપવામાં આવેલા ભોજનમાં વાસી ખોરાક હોવાની ફરિયાદ સામે આવી છે. ખાવામાં દુર્ગંધ અને વાળ હોવાના ગ્રાહકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્રાન્ડે હોટલમાં જયારે ગ્રાહકો જમવા ગયા ત્યારે પીરસવામાં આવેલા ફૂડમાંથી દુર્ગંધ આવતી હતી અને જમવામાંથી વાળ મળી આવ્યા હતા જેને પગલે એએમસી ફૂડ વિભાગને ફરિયાદ કરી છે.

અગાઉ પણ આ જ રેસ્ટોરન્ટના ખોરાકની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા હોવાનું અને વાસી ખોરાકની ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે ફૂડ વિભાગ આવા હોટલ માલિકો સામે શું પગલાં ભારે છે તે જોવું રહ્યું…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *