સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિનની ઉજવણીમાં 251 દિકરીઓને ચેક અપાયાં
સી.આર. પાટીલના હસ્તે બિલ્ડર પિયુષ દેસાઈએ દિકરીઓને 7500ના ચેક અપર્ણ કર્યા
વડાપ્રદાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિનને લઈ બિલ્ડર દ્વારા સી.આર. પાટીલના હસ્તે 251 દિકરીઓને 7500 રૂપિયાના ચેક અર્પણ કરાયા હતાં.
સુરતના બિલ્ડર પિયુષ દેસાઈ તરફથી 251 દીકરીઓને 7500 રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઓફિસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, લીંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ ભાજપના કાર્યકર્તા ઉપરાંત વિદ્યાર્થી અને વાલી ઉપસ્થિત રહ્યા હતાં. તો આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયો હતો. અને જરૂરિયાત મંદ માતા-પિતાની દીકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે દીકરીઓને અભ્યાસ માટે આ સહાય આપવામાં આવી હતી. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પટીલ દ્વારા બિલ્ડર પીયુષ દેસાઈના આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો.
