સુરત પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
અલથાણમાં મનપા કમિશનર અને મેયર દ્વારા વૃક્ષારોપણ કરાયુ
કાર્યક્રમમાં કોર્પોરેટો, અધિકારીઓ, હોદ્દેદારો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા
દર વર્ષે સુરત મહાનગર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ છે ત્યારે આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અલથાણમાં મનપા કમિશનર અને મેયર દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું.
5 જુન ની વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરાઈ છે. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર અને મેયર દ્વારા 200 જેટલા વૃક્ષોનુ રોપણ કરાયું હતું. ગ્રાઉન્ડની આજુ બાજુ તમામ કોર્પોરેટરો અને હોદ્દેદારો દ્વારા વૃક્ષ રોપણ કરાયુ હતું. તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતીઓને કમિશ્નર અને મેયરએ અપીલ કરી હતી કે એક પેડ માં કે નામ અંતર્ગત પોતાના ઘર આગણે એક વૃક્ષ વાવો. જેથી કરીને પર્યાવરણને જાળવી શકાય. સુરત મહાનગર પાલિકાના કમિશનર અને મેયરએ વિસ્તારના લોકોને વૃક્ષોનુ વિતરણ પણ કર્યુ હતું. તો આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, ડેપ્યુટી કમિશનર, કોર્પોરેટો, અધિકારીઓ, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વિસ્તારના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકો પણ હોશે હોશે વૃક્ષ લઈ જતા જોવા મળ્યા હતાં.