સુરતમાં જૈનાચાર્યને ટ્રકથી કચડી હત્યા મુદ્દે રોષ
જૈન સમાજે કલેક્ટર કચેરી રેલી યોજી કર્યો વિરોધ
ફિર આવી ઘટના ન બને તે માટે કલેક્ટરને રજુઆત
રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા
હાલમાં જ રાજસ્થાનમાં પદયાત્રા કરી રહેલા જેનાચાર્યને ઈરાદાપુર્વક ટ્રક દ્વારા કડી તેમની હત્યા કરાઈ હોય જેને લઈ સમગ્ર જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢી આ નિર્મમ હત્યા અંગે એસઆઈટીની રચના કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી.
પદયાત્રા કરનાર જૈન મુનીઓની અકસ્માતમાં હત્યા કરાતી હોવાના આક્ષેપ વચ્ચે રાજસ્થાનમાં હાલમાં જ પદયાત્રા કરી રહેલા જૈનાચાર્યને ઈરાદાપુર્વક ટ્રક દ્વારા કચડીને તેમની હત્યા કરાઈ હોય અને આવી અનેક ઘટનાઓ અગાઉ પણ બની ચુકી હોય જેને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે ફરી આવુ ન બને તે માટે જૈન સમાજ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને સુરતમાં જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી ખાડ્યા બાદ વડાપ્રધાનને પત્ર લખાયો છે જે સુરત કલેકટર દ્વારા રાષ્ટ્રપતિને મોકલાયો હતો જેમાં લખાયુ હતું કે જૈન સંતોની તથાકથિત દુર્ઘટનાના ઓઠા હેઠળ થયેલી નિર્મમ હત્યા અંગે વિશેષ તપાસ દળ એટલે કે એસ.આઈ.ટી. દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવવા અને દોષિતો તથા તેમના ષડયંત્રકારો, સ્લીપર સેલ્સ અને કમાન્ડરોને કઠોરમાં કઠોર દંડ અપાવવા તથા રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે જોખમ ઊભું કરનારા, ઘૃણા તથા દ્વેષ ફેલાવનારા સંગઠનો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 યુએપીએ હેઠળ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા રેલી આકારે નિકળી પત્ર લખી માંગ કરી હતી.