ગુજરાતમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા
આજ સુધીમાં કુલ 615 કેસ નોંધાયા,
600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ
હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ હોવાનો દાવો
રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, આજે 5 જૂન, 2025 ના આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા. અત્યાર સુધી કુલ 615 કેસ નોંધાયા, જેમાં 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આજરોજ 60 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ LF. 7.9 અને XFG રિકોમ્બિનન્ટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં 4 જૂને 119 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં એટલે 4 જૂનની સાંજ સુધીમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 18 દર્દીઓ હોસ્પિટલાઈઝ છે અને 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 78 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વડોદરામાં 34 સેમ્પલમાંથી 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ કેસ રામદેવનગર, છાણી, દિવાળીપુરા, ભાયલી વિસ્તારમાં નોંધાયા છે. હાલ તમામ છ દર્દી હોમ આઇસોલેશનમાં છે.
આ સાથે ગુજરાત 461 કેસ સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં ત્રીજો નંબર છે. કેરળ 1373 કેસો સાથે નંબર 1 છે, પણ ગઇકાલના પ્રમાણમાં ત્યાં 43 કેસ ઓછા થયા છે. મહારાષ્ટ્રમાં આજે 510 એક્ટિવ કેસો છે, જેમાં 16 નવા છે અને દિલ્હીમાં 457માંથી 64 નવા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી